પીએસઆઇ ચુડાસમા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને હત્યાના બનાવની સઘન તપાસ આરંભી
મોરબી : આજે માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યાના બનાવની સઘન તપાસ હાથ ધરી છે.આ બનાવની માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર માળીયા (મી) તાલુકાના વેણાસર ગામે રહેતા રણજિતભાઈ મહિપતભાઈ કુંવરિયા (ઉ.વ.32) નામના યુવાનની આજે બપોરના સમયે કેટલાક શખ્સોએ બહેરહમીપૂર્વક હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર બનાવની ગહન તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પીએસઆઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ યુવાનની હત્યા ક્યાં કારણોસર થઈ તેનું ચોક્કસ કારણ હાલના તબબકે જાણવા મળ્યું નથી.પણ હાલ યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવની ઊંડી તપાસ કરવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide