માળીયા (મી.) હાઇવે પર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત, એકને ઇજા

0
338
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં માળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક બે ટ્રક, બે કાર અને એક અજાણ્યા વાહન સહિત એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

માળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક આજે બપોરે એક અજાણ્યા વાહને અજાણ્યા કારણોસર કાબુ ગુમાવતા બે ટ્રક અને બે કાર સાથે અથડામણ થઇ હતી. જેમાં એક ટ્રક અન્ય એક ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. તેમજ બે કાર ટ્રક સાથે ભટકાઈ હતી. આથી, બંને કારના આગળના ભાગે ખાસ્સું નુકસાન પહોંચ્યું છે. આમ, આ અકસ્માતમાં એક અજાણ્યું વાહન, બે કાર નં. GJ-36-R-6424 અને GJ-36-R-0487 તેમજ ટ્રક નં. GJ-36-T-7522 અને GJ-06-BV-5966, એમ પાંચ વાહનો ટકરાયા હતા.

આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદ્નસીબે અકસ્માતના લીધે જાનહાનિના અહેવાલ નથી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. તેમજ સુરજબારી પેટ્રોલિંગ IMTની ટીમ દ્વારા ક્રેન વડે વાહનોને રસ્તા પરથી ખસેડવામાં પણ આવ્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/