પાટણ: ટેન્કરમાંથી નીકળતું તેલ વાસણમાં ભરવા પોલીસની હાજરીમાં લોકોની પડાપડી

0
99
/

પાટણ જિલ્લાને અડીને પસાર થતાં કંડલા દિલ્હી નેશનલ હાઇવે પર વારાહી અને રાધનપુર વચ્ચે સવારે તેલ ભરેલા ટેન્કરને રોંગ સાઇડ આવતા ટ્રેઇલરના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઇલરના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતને કારણે ટેન્કરમાં ભરેલા તેલ ઢોળાતા લોકો વાસણો અને કેરબા ભરી તેલ ઉઠાવી ગયેલ હતા.

કંડલાથી તેલ ભરીને ઉત્તર પ્રદેશના કાનપુર જવા નીકળેલ ટેન્કર પાટણ જિલ્લાના વારાહી પસાર કરીને રાધનપુર તરફ આવતું હતું. ત્યારે સાદપુરા અને મોટી પીંપળી વચ્ચે આવેલ ગોડયીયા હનુમાન મઢી નજીક સવારે નવેક વાગ્યે ટેન્કર પહોંચ્યું હતું. ત્યારે અચાનક સામેની તરફથી આવતા ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવતા રોંગ સાઇડના રોપ પરથી પસાર થતા ટેન્કરના વચ્ચેના ભાગે ટ્રેઇલરે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરના પાછળના પાગના ટાયરના બંન્ને ઝોટા ટેન્કરની અલગ થઇ જતા ટેન્કરનું ટાંકુ રોડ પર પટકાયું હતું અને ૫૦ મીટર જેટલુ રોડ પર ઘસડાતા ટેન્કર તુટીજતા ટેન્કરમાં ભરેલું તેલ નીકળવા લાગેલ હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/