સારા વરસાદના સંકેત ! મોરબીમાં ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર 5 ઈંડા મૂક્યા

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: હાલ ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ટીટોડીએ મૂકેલા ઈંડા પરથી આનંદના સમાચાર આવ્યા છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં ટીટોડીએ ઈંટના ભઠ્ઠા પર જમીનથી 15 ફૂટ ઉંચાઈ પર એક નહીં બે નહીં ત્રણ નહીં પણ પાંચ ઈંડા મૂક્યા છે. જેના પરથી ચોમાસામાં સારા વરસાદનો તાગ કાઢવામાં આવ્યો છે.

વીસીપરા વિસ્તારમાં વિપુલભાઈ પ્રજાપતિના ઈંટના ભઠ્ઠા પર 20 દિવસ પહેલા ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર અણીવાળા પાંચ ઈંડા મૂક્યા છે. બચ્ચાને કોઈ નુકસાન ન થાય તે માટે વિપુલભાઈએ ભઠ્ઠા પર કામ પણ બંધ કરી દીધું છે અને બચ્ચા બહાર આવ્યા પછી જ તેઓ કામ શરૂ કરશે તેમ તેમણે મોરબી અપડેટને જણાવ્યું હતું.

ટીટોડી ઉંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદનું અનુમાન કરાય છે. સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે. અને જો 4 ઈંડા મૂકે 4 મહિના સારા વરસાદનું અનુમાન કરવામાં આવે છે. પરંતુ મોરબીમાં ઈંટના ભઠ્ઠા પર તો ટીટોડીએ 5 ઈંડા મૂકતા સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાયું છે. વરસાદના પરંપરાગત વિજ્ઞાાન પ્રમાણે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. ત્યારે અહીં 15 ફૂટ ઉંચાઈએ ઈંડા મૂકતા અતિ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ આવે ત્યાં સુધી નર માદા વારાફરતી પોતાની પાંખો પલાળી ઈંડા પર બેસી પાંખો પહોળી કરી સેવે છે.ટીટોડી જીવનભર ઝાડ પર બેસતી નથી અથવા તેના પર કોઈ માળા બાંધતી નથી. ટીટોડી તેના ઇંડા આપવા માટે જમીન પર એક માળો બનાવે છે. પુરાણો કહે છે કે તે તેના ઇંડાને તોડવા માટે ખાસ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરે છે. આથી માળાની ફરતે નાના પથ્થરો લાવે છે. દિવસ હોય કે રાત્રે કોઈ આવતું દેખાય તો મોટે મોટે મોઢેથી બોલવા લાગે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/