સરકારી બેંકોના કથળેલા વહીવટ અંગે વિહિપના પ્રમુખ દ્વારા રજુઆત

0
28
/

મોરબી : હાલ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ અધ્યક્ષે સરકારી બેંકોમાં અરજદારોની હાલાકી દૂર કરવા મેનેજરને મળી બેંકનો વહીવટ કથળતા ફરિયાદ કરી હતી. બેંકના કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે દૂર વ્યવહાર પણ થવાની ફરિયાદ ઊઠી છે. બેંકના મશીનો કોમ્પ્યુટરમાં વાયરસ આવી ગયા હોવાથી મશીનો કામ કરતા ન હોવાથી લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે.

મોરબીની મોટાભાગની સરકારી બેંકોની સર્વિસ બાબતે લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે મોરબીની બેંક ઓફ ઇન્ડિયામાં ખાતેદારોને હાલાકી છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.આથી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ કમલેશભાઈને ખાતેદારો સ્થાનિક લોકોની ફરિયાદ મળતા જાતે બેંક ઓફ ઇન્ડિયાના બેંક મેનેજરને રૂબરૂ મળી રજૂઆત કરેલ છે. તેમાં અમુક કર્મચારીઓ દ્વારા બેંકના ખાતેદારો ગ્રાહકો સાથે બેહૂદું વર્તન પર થતું હોય તેવી પણ ફરિયાદ ઊઠી છે અને આજના આધુનિક ઝડપી યુગમાં વિકાસ રૂંધાયો હોય તેમ કોમ્પ્યુટર યુગમાં બેંકના મશીનો કોમ્પ્યુટરમાં વાયરસ ઘર કરી ગઇ હોય તેમ અરજદારોને બેંક ખાતાની પાસબુકમાં એન્ટ્રી કરવા માટે હાલાકી પડી રહી છે. જે સમસ્યા તાકીદે દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/