મોરબી: ગુજરાત પાસના પૂર્વ પ્રવક્તા મનોજ પનારા કોંગ્રેસમા જોડાયા !!

0
322
/

મોરબી: તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આગામી દિવસોમાં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે ત્યારે પહેલા આજરોજ પાસના પૂર્વ પ્રવક્તા મનોજભાઈ પનારા વિધિવત રીતે મોરબી જિલ્લા કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને આગામી દિવસોમાં આ બેઠક ઉપર જંગી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારને જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા હાલમાં કોરોનાના નામે ખાનગી હોસ્પીટલમાં ઉઘાડી લુંટ કરવામાં આવી રહી છે તેવો ધારદાર આક્ષેપ વર્તમાન સરકાર સામે કર્યો હતો.

ગુજરાતમાં પાસની આંદોલન ચરમસીમાએ હતું અને હાર્દિક પટેલ કે જે હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે તે ઘરે બેસીને આંદોલન કરી રહ્યા હતા ત્યારે ગુજરાત પાસના પ્રવક્તા તરીકે જે તે સમયે કામગીરી કરનારા મોરબી જિલ્લાના પાસના આગેવાન મનોજભાઈ પનારા આજરોજ વિધિવત રીતે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસમાં જોડાયા છે અને તેઓને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ મનોજભાઈને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને કોંગ્રેસ પરિવારમાં આવકાર્યા હતા અને તેઓને હાલમાં મોરબી જીલ્લા મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવેલ છે આ ઉપરાંત આપના પૂર્વ હોદેદાર અશ્વિનભાઈ વિડજાને પણ કોંગ્રેસનો ખેસ ફેરવીને કોંગ્રેસમાં આવકારવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/