ગુજરાત પોલીસ વિભાગના પોલીસવડા DGP તરીકે હવે આશિષ ભાટિયા(IPS) સાહેબ ચાર્જ સંભાળશે

0
131
/

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ગુજરાતના નવા DGP આશિષ ભાટિયા(IPS) સાહેબને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે 

[રાધેશ બુધ્ધભટ્ટી/Editor In Chief] : ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા (Gujarat DGP) તરીકે આશિષ ભાટિયાના (IPS Ashish bhatia) નામ સુનિશ્ચિત થઇ ચૂક્યું છે. આશિષ ભાટિયા એક એવા અધિકારી છે. જેઓ ભૂતકાળમાં સતત સાતથી આઠ કલાક આરોપીઓની પૂછપરછ કરી શકે છે તેવી પોલીસ વિભાગમાં છાપ ધરાવે છે. જ્યારે તે આરોપીઓની પૂછપરછ કરવા માટે બેસતા હતા ત્યારે પોલીસ અધિકારીઓની બહાર લાઈન લાગતી હતી અને તેઓ સતત એજ વિચારતા હતા કે સાહેબ હમણાં કશુંક નવું બહાર લાવશે. આટલું જ નહીં આશિષ ભાટિયા કે જેમણે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની (Serial bomb blast) તપાસ પણ કરી હતી અને ઇન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ લાવનાર પ્રથમ અધિકારી રહ્યા હતા.

આશિષ ભાટિયા શાંત પ્રકૃતિના અધિકારી માનવામાં આવે છે. વર્ષ 2001માં પોલીસ મેડલ પણ તેઓ મેળવી ચૂક્યા છે. આટલું જ નહીં વર્ષ 2011માં પ્રેસિડેન્ટ મેડલ પણ તેઓ મેળવી ચૂક્યા છે. પોલીસ વિભાગમાં આશિષ ભાટિયાને પ્રિવેન્શન ઓફ ક્રાઇમના માસ્ટર ગણવામાં આવે છે. અત્યાર સુધીની તેમની જે પણ પોસ્ટ રહી છે તે પોસ્ટ દરમિયાન તેઓથી તમામ અધિકારીઓ અત્યંત સંતુષ્ટ રહ્યા છે.

વર્ષ 1985 બેચના આશિષ ભાટિયાનું જન્મ સ્થળ હરિયાણા છે અને તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યા છે અને બાદમાં ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાઈ ગુજરાત કેડરમાં સર્વિસ શરૂ કરી હતી. ભૂતકાળમાં તેઓ વર્ષ 2016માં સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. અમદાવાદમાં પોલીસ કમિશનર તરીકે તેઓએ કામગીરી સંભાળી એ પહેલા સીઆઈડી ક્રાઈમના વડા રહી ચૂક્યા હતા.

તેમની ખાસ કામગીરીની જો વાત કરવામાં આવે તો વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. તે સમયે આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા અને તેમણે તેમની આખી ટીમને ભેગી કરી અને 20 જ દિવસમાં આખો કેસ ઉકેલી 30 જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. નવાઈની વાત એ છે કે આ બોમ્બ બ્લાસ્ટ પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો મોડ્યુલ છે તેવું કહેનારા પ્રથમ અધિકારી હતા.

આટલું જ નહીં પરંતુ વર્ષ ૨૦૦૮માં લઠ્ઠાકાંડ ની તપાસમાં પણ તેમનો મહત્વનો રોલ રહ્યો હતો. વર્ષ 2018માં બીટકોઈનનો કૌભાંડ સામે આવ્યું હતું આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી હતી, તેમા અનેક અધિકારીઓ થી માંડી અનેક લોકોના નામ સામે આવ્યા હતા. જે કેસ પણ ખૂબ જ ટેકનિકલ હોવા છતાં પણ આશિષ ભાટિયાની નિગરાની હેઠળ ઉકેલવામાં આવ્યો હતો. જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી જે કેસની તપાસ પણ સીઆઇડી ક્રાઇમ અને રેલવે કરી રહી હતી. આ કેસમાં પણ તેમની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવી હતી અને આખરે આરોપીઓ સુધી પોલીસ પહોંચી ચૂકેલ હતી.

(આશિષ ભાટિયા : પોલીસવડા-ગુજરાત)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/