હદ મોંઘવારી !! : જિ. પં.ની મેજ ડાયરીના છાપકામનો ખર્ચ ત્રણ ગણો વધારાયો !!

0
137
/
  • હાલ એક વર્ષ પૂર્વે દોઢ લાખના ખર્ચની મર્યાદા રખાઈ હતી, આ વર્ષે સીધી 4 લાખ કરી દેવાતા અનેક તર્ક વિતર્ક

  • જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં ડાયરીની ખર્ચ મર્યાદામાં વધારો કરવાને મળી મંજૂરી

 

મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતને સામાન્ય પ્રજા કરતા વધુ મોંઘવારી નડી રહી છે. તેની પ્રતીતિ કરાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લા પંચાયતની મેજ ડાયરીના છાપકામનો ખર્ચ એક જ વર્ષમાં વધારીને ત્રણ ગણો કરી દેવામાં આવ્યો છે. જો કે આનાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત મોરબીની કેલેન્ડર વર્ષ ૨૦૨૨ની મેજ ડાયરીના છાપકામ માટે ખર્ચ દોઢ લાખથી વધારી ચાર લાખ કરવાને મંજુરી આપવામાં આવી છે.મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કારીબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઈ પડસુમબીની અધ્યક્ષતામાં તેમજ ડીડીઓ પરાગ ભગદેવના સચિવ સ્થાને યોજાઈ હતી. તા.૦૬/૦૭/૨૦૨૧ની કારોબારી સમિતિની બેઠકના ઠરાવ નં.૭ થી જિલ્લા પંચાયત મોરબીના સદસ્યો માટે લેટરપેડ, આડી કાર્ડ તથા વર્ષ ૨૦૧૧-૧૨ની મેજ ડાયરી છપાવવા માટે વર્ષ ૨૦૨૧-૨૨ના વાર્ષિક બજેટની જોગવાઈ હેઠળ રકમ રૂ.૧,૫૦,૦૦૦/- ની મર્યાદામાં ખર્ચ કરવા મંજુરી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ હતું. પરંતુ હાલ કેલેન્ડર વર્ષ ૨૦૨૨ ની મેજ ડાયરીના છાપકામ માટે ડાયરીની જરૂરિયાત અને મંજૂર થયેલ ટેન્ડરના ભાવો ધ્યાને લીધા હોવાનું જણાવીને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ ના અંદાજપત્રમાં જિલ્લા પંચાયત સ્વભંડોળમાં થયેલ જોગવાઈમાંથી રૂ.૧,૫૦,૦૦૦/- ના બદલે રૂ.૪,૦૦,૦૦૦/- ની મર્યાદામાં નાણાંકીય ખર્ચ કરવાની મંજૂરી આપવા નિર્ણય રજુ કરવામાં આવ્યું હતું. જેને મંજૂરી મળી છે.આ સમિતિની બેઠકમાં કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુમબીયા, ડીડીઓ પરાગ ભગદેવ, ડે. ડીડીઓ ઇલાબેન ગોહિલ, ઇસીતાબેન મેર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/