હડમતિયાની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું

0
66
/

63 વિધાર્થીઓનું વેક્સિન આપી સુરક્ષિત કરાયા

ટંકારા : હાલ ટંકારા તાલુકાના હડમતિયા ગામની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં વિધાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ.એમ.ગાંધી વિધાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં ધો-9 અને 10 ના કુલ 70 માંથી 63 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.અને અન્ય 7 વિધાર્થીઓમાં એક વિધાર્થીની બિમાર હોય તથા અન્ય છ વિધાર્થીઓના વાલી સહમત ન થતાં રસીકરણ થઈ શક્યું ન હતું.

વધુમાં હડમતીયાની જ્ઞાનદીપ વિદ્યાલયમાં પણ 100 ટકા વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્ઞાનદીપ વિદ્યાલયમાં 15થી18 વર્ષના 76 વિદ્યાર્થીઓ અને 76 વિદ્યાર્થીનીઓનું 100 ટકા વેકસીનેશન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય કર્મીઓ,શાળાના આચાર્ય અઘારા,ડી.સી.રાણસરીયા,શિક્ષક બંસીબેન,પ્યુન તથા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા હાજર રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/