મહિના પહેલા તૈયાર થયેલો રોડ નામશેષ થયો : આને કહેવાય પ્રજાના પૈસાનુ પાણી : સુરદાસને પણ દેખાય એવો ભ્રષ્ટચાર ખુલ્લો થયો
હડમતીયા : ટંકારાના હડમતિયા ગામે તાજેતરમાં જ થયેલ સી.સી. રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. માત્ર એકાદ માસ પહેલા તૈયાર થયેલો સી.સી.રોડ અચાનક અદ્રશ્ય થઈ ગયો છે. ઠેર ઠેર જગ્યાએ રેતી, કપચી, કાંકરા નીકળી રહ્યા છે. ત્યારે રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટચાર કરીને પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે.
ડામર રોડ કરતા સી.સી.રોડની મજબૂતાઈ અને આયુષ્ય વધારે હોય છે. આથી મોટા ભાગના ગામોમાં સી.સી.રોડ બનાવવાનું સરકારી લક્ષયાંક છે. પણ સરકારી બાબુઓની કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતને કારણે આવા રોડ લાબું ટકતા નથી. પણ ટંકારના હડમતીયા ગામમાં એકાદ મહિના પહેલા જ તૈયાર થયેલો સી.સી.રોડ ગાડા માર્ગ જેવો થઈ જતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે. માત્ર અેક મહિના પહેલા જ તૈયાર થયેલ સી.સી. રોડ ચીથરે હાલ થઈ જઇ એમાંથી રેતી, કપચી ઉડવા લાગતા ગ્રામજનો વેધક સવાલો કરી રહ્યા છે. ટંકારાના હડમતિયા ગામમાં મેઈન બજારમા થોડા દિવસ પહેલા સી.સી રોડ તૈયાર થતો જોઈ ગ્રામજનો હરખાતા હતા. મેઈન બજારનો વિકાસપથ તૈયાર થઈ રહ્યો હોવાનું જોઈ ગ્રામજનોનાં મનમાં હરખની હેલી ઉઠી હતી. પણ જયારે ગ્રામજનો સ્વચ્છતા અભિયાન અંતર્ગત મેઈન બજારનો રોડ સાવરણા, પાવડાથી સાફ કરવા લાગતા રોડમાંથી રેતી, કપચી બહાર આવતા રોડની ગુણવતાનો પરપોટો ફુટ્યો હતો. અેકાદ વરસાદના ઝાપટા માત્રથી ઠેરઠેર પાણીના ખાબોચીયા ભરાવા લાગ્યા છે. આ સી.સી રોડનું કામ ગ્રામપંચાયત દ્વારા અન્ય કોન્ટ્રાકટરને આપવામા આવ્યુ હતું. રોડ બનાવવામાં શું કસર રહી ગઈ છે તે બોલવા કોઈ રાજી નથી. ગ્રામજનોઅે સરપંચને આ બાબતે જાણ કરતા ” અમે તો બરાબર જ કામ કર્યું છે અને અેસ્ટીમેન્ટ મુજબ જ કામ કર્યું છે” એવો જવાબ મળ્યો હતો. જો અેસ્ટીમેન્ટ મુજબ જ કામ કર્યુ હોય તો આ રોડ તુટ્યો કેમ અે પણ અેક ચર્ચાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે જો રોડનુ કામ અેસ્ટીમેન્ટ મુજબ થયુ હોય તો આ રોડ તુટવાના કારણો શું હોય શકે તે તો જે તે લાગતા વળગતા અધિકારીઅો માટે તપાસનો વિષય છે. આ બાબતે અધિકારી સ્થળ તપાસ કરીને ગ્રામજનોને ન્યાય અપાવે તેવી માંગણી ગ્રામજનોમાં પ્રવર્તી રહી છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide