[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : તાજેતરમા હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ સોનારકા પાસે કન્સ્ટ્રકશનના કામ સાથે જોડાયેલા પરિવારનો 16 વર્ષીય તરુણ ખાડામાં પાણી ભરવા જતી વેળાએ ડૂબી જતા કરુણ મોત નિપજ્યું હતું બનાવને પગલે મૃતકની લાશની પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના રાણેકપર રોડ પાસે આવેલા સોનારકા પાસે કડિયા કામ કરતા મધ્યપ્રદેશના સજનપુર ગામના પરિવારના કિશનભાઇ ઘીસાભાઈ સાપરિયા ઉંમર વર્ષ 16 આજે બપોરના સમયે તેઓના ઝુપડાની બાજુમાં આવેલ ખાડામાં પાણી ભરવા જતી વેળાએ ખાડામાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોતની બીજી હતું.
બીજી તરફ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મૃતક યુવાનની લાશને ખાડામાંથી બહાર કાઢી પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide