હળવદ પોલીસે રૂ.૧.૧૮લાખનો મુદ્દા માલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી
હળવદ : હળવદ પંથકમાં શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ જુગારીઓ પટમાં આવ્યા હોય તેમ રોજબરોજ જુગાર ઝડપીલેવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે તાલુકાના રાણેપર ગામ ની સીમ વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડતાં ૯ જુગારીઓને પતે રમતા રંગેહાથ ઝડપી રૂપિયા ૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ પી આઈ એમ.આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.જી પનારા,મુમાભાઈ કલોત્રા, યોગેશદાન ગઢવી,બીપીનભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ,કમલેશભાઈ સહિતના ઓએ હળવદના રાણેપર ગામની સીમ વિસ્તારમાં આવેલ જીગ્નેશભાઈ ઉર્ફે ચિરાગ પટેલ ની વાડીએ આવેલા ગોડાઉનમાં ચાલતા જુગાર ધામપર ઓચિંતો દરોડો પાડતાં જૂગાર રમતાં શખ્સો ના હોસ ઉડીગયા ગયાહતા!
પોલીસ દ્વારા જુગાર સ્થળેથી વાડી માલિક જીગ્નેશભાઈ ઉર્ફે ચિરાગ કરમશીભાઈ પટેલ રહે હળવદ,ચંદુભાઈ વિઠ્ઠલ ભાઈ સોલંકી રહે ભવાની નગર ઢોરે હળવદ,પિયુષભાઈ વાસુદેવભાઈ પટેલ રહે વસંત પાર્ક હળવદ ,મનોજભાઈ જીવાભાઈ પટેલ રહે મહર્ષિ ટાઉનશીપ હળવદ,મહેશભાઈ રણછોડભાઈ પટેલ રહે મોરબી,ઈશ્વરભાઈ પરસોતમભાઈ દલવાડી રહે સુસવાવ,સંજયભાઈ ખીમજીભાઈ દલવાડી રહે મોરબી દરવાજા હળવદ,કૌશિકભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી રહે સિદ્ધિ વિનાયક સોસાયટી હળવદ સહિત ૯ જુગારીઓને ૩ મોબાઇલ ગંજી પાના સહિત રૂ.૧.૧૮લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઇ છે
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી જીગ્નેશ ઉર્ફે ચિરાગ બહારથી જુગારીઓને બોલાવી પોતાની વાડીએ જુગાર કામ ચલાવી નાનું આવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide