[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદના નવા ઘનશ્યામગઢ ગામના ખેડૂતોમાં ઘણા ખેડૂતોનો પાક અતિવૃષ્ટિમાં સંપૂર્ણ નાશ પામ્યો હોવા છતાં સહાય ન મળી હોય, સહાય ચૂકવણીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે મામલતદારને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં ખેડૂતોએ જણાવ્યું છે કે તાજેતરમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિને લીધે થયેલ નુકસાન બાબતે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. નવા ઘનશ્યામગઢ વિસ્તારનો સમાવેશ આ પેકેજ હેઠળ જાહેર થયેલા વિસ્તારોમાં થાય છે. આ ગામના ખેડૂતોને જે ખરેખર નુકસાન થયું છે. તેમજ 100 ટકા પાક બળી ગયો છે. તેવા ખેડૂતોને સહાય મળી નથી. અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે ભ્રષ્ટાચાર કરીને લાગવગશાહી ચલાવીને રાજ્ય સરકારના ફંડનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે. જે ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. તેઓને તાત્કાલિક સહાય મળે અને ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide