હળવદના રામવિલા બંગ્લોઝમાં લાખોની ચોરી

0
19
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ રામલીલા બંગ્લોઝમાં ગતરાત્રિના ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી હતી.અને જુદા જુદા બે મકાનના તાળા તોડ્યા હતા.જેમાં એક ઘરમાંથી ૧.૨૦લાખ રોકડ,સોનાની ત્રણ વીંટી,ચેઈન,કાંડીયા અને ચાંદીના સાકરા લઈ ગયા છે.જ્યારે અન્ય એક ઘરમાં કાંઈ ગયું ન હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ આ ચડ્ડી બનીયાનધારી ગેંગ અન્ય મકાનોને નિશાન બનાવે તે પહેલાં જ સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો નાસી છૂટ્યા હતા.

બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ રામવિલાસ બંગલોઝ-૧ અને ૨ માં ગતરાત્રિના ચડ્ડી બનીયાન ધારી ગેંગના બે શખ્સો ત્રાટક્યા હતા અને રામલીલા બંગ્લોઝ એકમાં રહેતા રવિરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા કે જેઓ હાલ ગામડે વેકેશન કરવા પરિવાર સાથે ગયા હોય ઘરે કોઈ ન હોય તેઓના ઘરનું તાળું તોડી ઘરમાં રહેલ રૂપિયા ૧.૨૦ લાખ રોકડ અને ત્રણ સોનાની વીંટી, કાંડિયા,તેમજ એક ચેનઈનનો કટકો મળી ત્રણેક તોલા જેટલું સોનું અને ચાંદીના સાંકરા તસ્કરો લઈ ગયા છે.જ્યારે રામલીલા બંગ્લોઝ-૨ માં રહેતા શિવદાન ગોવિંદભાઈ ટાપરિયા ના ઘરનું પણ તાળું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો જોકે આ ઘરેથી કાંઈ જ હાથ લાગ્યું ન હતું.બીજી તરફ તસ્કરો અન્ય મકાનોને નિશાન બનાવે તે પહેલાં સોસાયટીમાં રહેતા લોકો જાગી જતા ચડ્ડી અને ગંજી પહેરેલા બે શખ્સોને પડકારતા ત્યાંથી ભાગી છુટ્યા હતા.બનાવને પગલે ટાઉનબિટ જમાદાર સતિષભાઈ ભરવાડ,સર્વિલન્સ કોડના અજીતસિંહ સિસોદિયા,બીપીનભાઈ પરમાર સહિતના પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તસ્કરોનુ પગેરું મેળવવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે અહીં 85 જેટલા પરિવારો રહેતા હોય જેથી એક હોમગાર્ડનો પોઇન્ટ ફાળવવામાં આવે અને રાત્રીના સમયે પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે તે જરૂરી છે જેથી આવા બનાવો અટકી શકે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/