હળવદમાં રૂ.૧૪ લાખના દાગીનાની ઘરફોડ ચોરી

0
131
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રધણી તેમના ગામે ગયાને પાછળ તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું : પોલીસે ફ્રીગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈને ચોરીનો ભેદ ઉકેલાવી કવાયત હાથ ધરી

હળવદ : હળવદ શહેરમાં આવેલ ગીરનારી નગરના એક બંધ મકનને તસ્કરોએ નિશાન બનાવીને રૂ.૧૪ લાખની કિંમતના સોનાના દાગીનાની ચીરી કરીને ફરાર થઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે.જોકે મકાન મલિક બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે ખબર અંતર કાઢવા પોતાના ગામે ગયા હતા અને પાછળથી તસ્કરોએ તેમના બંધ મકાનને સાફ કરી નાખ્યું હતું.આજે મકાન માલિકે આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફિગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદ લઈને ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ ચોરીના બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ શહેરના ગિરનારી નગરમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં દુકાન ધરાવતા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ રવિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પોતનું મકાન બંધ કરીને તેમના ગામ રાયસંગપર ગામે ગયા હતા જેથી પાછળથી તેમના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું.તસ્કરો તેમના મકાનના પાછળના ભાગેથી પ્રવેશ્યા હતા.અને મકાનમાંથી રૂ.૧૪ લાખના સોનાના ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ દરમ્યાન મકાન માલિક આજે પોતાના ઘરે પરત આવ્યા હતા.ત્યારે મકાનનું તાળું તૂટેલું અને ઘરમાં સામાન વેર વિખેર થયેલો જોવા મળતા તેમને ફાળ પડી હતી અને ઘરની તિજોરી ખુલ્લી જોવા મળતા તેમાંથી ૬૨ તોલા સોનાના દાગીના ગાયબ જોવા મળતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું.આથી આ બનાવની તેમણે પોલીસને જાણ કરતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને ઘટના સ્થળનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કરીને ડોગ સ્કવોર્ડ અને એફ.એસ.એલ તથા ફિગર પ્રિન્ટની.મદદથી ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની તપાસ હતા ધરી છે.આવડી મોટી ચોરીની ઘટનામાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.જેમાં મકાન માલિક એમના ઘરનો પાછળ નો દરવાજો અંદરથી બંધ કરીને ગયા હતા.આથી તસ્કરોએ એમના પાછળના ભાગેથી આવીને બારીના દરવાજના નકુચા તોડી હાથ લંબાવી અંદરથી બારણું ખોલીને પ્રવેશ્યા હતા.બીજી બાબત એ છે કે, જાણ્યે અજાણ્યે મકાન માલિક તિજોરીની ચાવી ઘરમાં રાખતા ગયા હતા અને તસ્કરોએ તેમના ઘરમાંથી ચાવી શોધીને આ બનાવને અંજામ આપ્યો હતો.ઘરમાં જ તિજોરીની ચાવી હોવાથી તસ્કરોએ ચોરી કરવી આસન બની હતી. ત્રીજી બાબત એ છે કે,હળવદમાં ભારે વરસાદ પડ્યો હતો તેથી આ ચોરીનો બનાવ બન્યો ત્યારે પોલીસ અસરગ્રસ્તોની મદદ માટે રોકાયેલી હતી.તેથી તસ્કરોએ આ તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.જ્યારે ચોથી વાત એ છે કે તસ્કરોને આ મકાન જ કેમ ધ્યાને આવ્યું અને ઘરમાં જ તિજોરીની ચાવી છે એ કેવી રીતે ખબર પડી? આથી તસ્કરો જાણભેદુ હોવાની શંકા છે. જ્યારે પાંચમી વાત એ છે કે મકાન પાછળ વાળી હોય તેમજ બાજુમાં બે મોટા ફ્લેટ બનતા હોય જેના કારણે આજુબાજુના લોકોને જો અવાજ આવે તો પણ એવું લાગે કે આ ફ્લેટ બની રહ્યાછે તેમાં કોઇ મજૂર રાતના કામ કરતું હશે સાથે જ તસ્કરો ચોરી કરી આરામથી દીવાલ ટપી પાછળની વાડીમાં જતા રહ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધાયા બાદ રાજકીય આગેવાની પણ મધ્યસ્થી કરતા હવે પોલીસ માટે આ ચોરીનો બનાવ પડકારરૂપ બની ગયો છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/