હળવદ: સફાઈના અભાવે છલકાયેલ કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ભરાયા

0
111
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

જુના અમરાપરના ખેડૂતના ઉભા જીરુંના પાકમાં પાણી ફરીવળતા ભારે નુક્સાની

હળવદ : હાલ હળવદ તાલુકાના જુના અમરાપર ગામના ખેડૂતના 10 વિઘા જેટલા જીરૂના પાકમાં માઈનોર નર્મદા કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

જુના અમરાપર ગામના ઈશ્વર ભાઈ ગોરધનભાઈ નામના ખેડૂતના ખેતરમાં ચાડધ્રાંની માઈનોર-19 નંબરની નર્મદા કેનાલનું પાણી ફળી વળતા ખેડૂતે કાળી મજૂરી કરી તૈયાર કરેલ જીરાના પાક પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂત માંગ કરી રહ્યા છે કે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવેઅત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકમાંથી મોરબી,માળીયા અને ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ પસાર થાય છે જેમાંથી પેટા કેનાલ થકી ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જો કે આળસુ અધિકારીઓના પાપે આ પેટા કેનાલની સમય સર સફાઈ કરવામાં આવતી ન હોય જેના કારણે અવારનવાર કેનાલમાં જો પાણીનો થોડો પણ પ્રવાહ વધે તો કેનાલ છલકાવાના બનાવો બનતા હોય છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ઘૂસી જતું હોય છે અને મોટી નુકશાની વેઠવાનો વારો ખેડૂત પરિવાર ને આવે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આળસુ અધિકારીઓ પોતાની આળસ ખંખેરી નર્મદાની પેટા કેનાલનું સફાઈ કામ હાથ ધરે છે કે પછી આવુ જ ચાલુ રાખે છે ?

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/