હળવદમાં સદગતની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

0
97
/

હળવદ : હાલ જીવનનું ચાલક બળ એટલે રકત. જીવન- મરણની ઝંઝાવતોમાં અટવાયેલા માનવને લોહીનું એક ટીપું નવજીવન બક્ષે છે. આથી, ગત તા. 31ના રોજ સ્વ. સામુબા હંસરાજભા લીંબડની દ્વિતીય પૂણ્યતિથી નિમીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પ જશુભા હંસરાજભા લીંબડ, વનરાજસિંહ જશુભા લીંબડ અને વિજયસિંહ જશુભા લીંબડ દ્વારા સદગતની પુણ્યતિથિ નિમિત્તે તેમના નિવાસ સ્થાને સમલી (તા. હળવદ) ખાતે યોજાયો હતો. જેમાં આમંત્રીત મહેમાન તેમજ બ્લડ ડોનેટ કરનારાઓ માટે બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં બહોળી માત્રામાં લોકોએ રક્તદાન પણ કર્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/