હળવદમા કોરોનાનો હાહાકાર : દરરોજ પચાસ જેટલા કેસ

0
410
/

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 90 ટકા લોકો બીમાર : ડો.કે.એમ.રાણા

હળવદ : હાલ મોરબી જિલ્લામાં દિવસે – દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હોમટાઉન હળવદમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને રેપીડ ટેસ્ટ કીટ ખૂટી પડી હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ હળવદના જાણીતા તબીબ કે.એમ.રાણાએ 90 ટકા લોકો વાયરલ બીમારીનો શિકાર બન્યા હોવાથી લોકોને જાગૃતતા રાખવા જણાવ્યું છે.

છેલ્લા દસથી બાર દિવસથી મોરબી જિલ્લામાં કોરોના બેકાબુ બની હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજના 50 જેટલા પોઝિટિવ કેસ નીકળી રહ્યા હોય લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/