હળવદ: રણજીતગઢમાં લાંબો સમય ફાટક બંધ રાખવા સામે વિરોધ : રેલરોકો આંદોલનની ચીમકી

0
62
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
હળવદ : હળવદના રણજીતગઢ ગામે લાંબો સમય સુધી ફાટક બંધ રહેતી હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. રેલ તંત્રના આ વલણ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવીને રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર હળવદના રણજીતગઢ ગામના પાદરમાંથી રેલવે લાઈન નીકળતી હોય, જ્યારે ટ્રેન પસાર થઈ જાય છે ત્યારબાદ પણ લાંબો સમય સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. અવારનવાર દોઢ-બે કલાક જેટલો સમય ફાટક બંધ રહે છે. જેના કારણે રોજ ખેડૂતોનો સમય બગડે છે. આ પ્રશ્નને લઈને આજે 200 જેટલા ખેડૂતો એકત્રિત થયા હતા. આ ખેડૂતોએ આગામી 15 ડિસેમ્બર સુધીમાં જો આ પ્રશ્ન હલ નહિ થાય તો રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/