હળવદના માનગઢ નજીક ખનીજચોરી મામલે હિટાચી અને ટ્રક પોલીસ દ્વારા જપ્ત

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]  હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક ખનીજનું ખનન કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમા એક હિટાચી મશીન તેમજ એક ટ્રકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી ખનીજ વિભાગને કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા અનેકવાર સ્થાનિક થી માંડી ગાંધીનગર સુધીની ટીમોએ કાર્યવાહી કરી છે તેમ છતાં પણ ખનીજ ચોરી બંધ નથી થઈ તે વાત હકીકત છે.તેવામાં ગઈકાલે માનગઢ ગામ નજીક રેતી ચોરી કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં એક હુન્ડાઈ કંપનીનું આર-૧૪૦-એલસી-૯ મોડેલનુ નંબર પ્લેટ વગરનુ હિટાચી તેમજ એક ટ્રક (પાટલો) જીજે-૧૨-વાય-૯૮૮૩ને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને વાહનો કબજે કરી પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/