આ ગામના જ બે શખ્સો છરી સહિતના હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘેરા પડઘા
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદ તાલુકાના માથક ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પાસે જઈ માથક ગામના જ બે શખ્સોએ વાડાની જમીન પોતાના નામે ચડાવી દેવાનું કહી ગાળો આપી ઝઘડો કર્યા બાદ છરી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો અન્વયે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અને માથક ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કરમશીભાઈ આલ ગઈકાલે ગ્રામ પંચાયત ખાતે ફરજ ઉપર હતા ત્યારે માથક ગામના આરોપી હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા અને મિતરાજસિંહ હરપાલસિંહ ગ્રામ પંચાયત આવ્યા હતા અને વાડાની જમીન પોતાના નામે ચડાવી દેવા બાબતે ઝઘડો કરી ગાળો આપી છરી વડે હુમલો કરતા ઝપાઝપી થઈ હતી અને આરોપી મિતરાજે તલાટીને મોઢા ઉપર મુક્કો મારી દઈ આંખ ઉપર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે તલાટી જગદીશભાઈએ હળવદ પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ તેમજ ફરજમાં રુકાવટ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide