હળવદ: ભવાનીનગર વિસ્તારમાં એક માસ પહેલા આધેડના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને કાલાવડ ખાતેથી મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ જીલ્લામાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલ ઇસમોને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન હળવદ પોલીસ મથકમાં ભવાનીઅંગાર વિસ્તારમાં એક આધેડની હત્યાનો બનાવ એક માસ પૂર્વે બન્યો હતો જેમાં આરોપી વનરાજ ચતુર કોળી રહે હાલ ભવાનીનગર હળવદ વાળો મૂળ રહે સુરેન્દ્રનગર વાળો ઇસમ જામનગર જીલ્લાના કાલાવાડ વાડી વિસ્તારમાં હોવાની બાતમીને પગલે એલસીબી ટીમે કાલાવડ ખાતે તપાસ કરતા આરોપી વનરાજ ઉર્ફે વનો ચતુર તલાસીયા કોળી (ઉ.વ.૩૭) વાળો મળી આવતા આરોપીને ઝડપી લઈને હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે
એક માસ પૂર્વે આરોપી હળવદમાં આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયો હતો જેને ઝડપી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide