હળવદ: બેટરીના પૈસાની ઉઘરાણી બાબતે યુવાન ઉપર ચાર શખ્સોનો હિંસક હુમલો

0
121
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આજે બપોરે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત : લોકોના ટોળેટોળા ઊમટતા ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો : જંગરી વાસમાં ચાંપતો બંદોબસ્ત

હળવદ : હાલ હળવદ શહેરમાં લક્ષ્મી લોજ નજીક બેટરીની દુકાન ધરાવતા પટેલ યુવાને બેટરીના પૈસાની ઉઘરાણી કરતા ચાર યુવાનોએ તલવાર, ધોકા વડે હુમલો કરતા આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત શહેરભરમાં પડતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં ડીવાયએસપી પણ હળવદ દોડી આવ્યા હતા અને હાલ જંગરીવાસમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના કણબીપરામાં રહેતા અને લક્ષ્મી લોજ સામે શ્રી હરિ બેટરી નામની દુકાન ધરાવતા ધવલભાઇ પ્રવીણભાઇ વાધોડીયા, ઉવ.૨૫ પોતાની દુકાને હતા ત્યારે આરોપી ઇલ્યાસભાઇ યાકુબભાઇ જંગરી ત્યાં આવતા અગાઉના બાકી નીકળતા 2500 રૂપિયા માંગતા ઈલ્યાસે પૈસા આપવાને બદલ ફોન કરી આરોપી ફયાજ થાકુબભાઇ જંગરી, રજાક હામદભાઇ જંગરી અને મકબુલ રજાકભાઇ જંગરી નામના શખ્સોને બોલાવતા આ શખ્સો છરી, તલવાર, ધોકા સહિતના હથિયારો ધારણ કરીને આવી ચડ્યા હતા અને ધવલભાઈને માર મારી ઇજાઓ પહોંચાડતા આ ગંભીર બનાવની પળવાર જ હળવદ શહેરમાં જાણ થઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા.

બીજી તરફ આ બનાવ મામલે હળવદ પોલીસે તુરત જ કેટલાક હુમલાખોરોને ગિરફતમાં લઈ ભોગ બનનાર ધવલભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ 323, 504, 506 (2) તથા 114 અને જીપી એકટનીકલમ 135 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગંભીર બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો કાફલો હળવદ દોડી આવ્યો હતો અને જંગરીવાસ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/