હળવદ : હાલ હળવદમાં ભાગીદારે નફાની વહેંચણી પેટે આપેલ ચેક રિટર્ન થયાના કેસમાં કોર્ટે આરોપી એવા ભાગીદારને નિર્દોષ જાહેર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો તરીકે ફરિયાદી મનીષભાઈ પટેલ અને આરોપી અશોકભાઈ પટેલ કાર્યરત હતા. ફરિયાદીએ નફા પેટે રૂ. 75 લાખનો ચેક આપ્યો હતો.જે પરત ફરતા કેસ નોંધાયો હતો. આ કેસ હળવદ કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષના એડવોકેટ સુખદેવસિંહ ઝાલા તથા વિશાલ રાવલની ધારદાર દલિલો ધ્યાને રાખી કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide