હળવદ: ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

0
59
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
હળવદના સુખપર નજીકની ઘટનાથી અરેરાટી

હળવદ : હળવદ નજીક આવેલા સુખપર ગામે સમાજ ‘એક નહિ થવા દે’ના ડરથી પ્રેમી યુગલે ધસમસતી આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુખપર ગ્રામ પંચાયત હેઠળ આવતા દેવપુર ગામે રહેતા સહદેવભાઈ જસમતભાઈ અઘરા અને કાજલબેન છગનભાઈ આજે દસ વાગ્યાની આસપાસ ગામની પાસે આવેલ ઘોધની ફાટક પાસે સમાજ એક નહીં થવા દેવા ના ડરે બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવની જાણ થતાં સુખપર ગામ પંચાયતના સરપંચ ભરતભાઈ ઠાકોર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ બંને મૃતકોની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/