હળવદ: ડો. બાબાસાહેબ વિરુદ્ધ શબ્દ પ્રયોગ કરનાર પ્રકાશક વિરુદ્ધ પગલા લેવા માંગ

0
100
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હળવદ સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન

હળવદ : હાલ અનુસૂચિત જાતિ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે વિકૃત માનસિકતા છતી કરનારા ‘ક્રિએટીવ પ્રકાશન’ના એડીટર વિરુદ્ધ પગલાં ભરવા રાજ્યપાલને સંબોધીને મેજીસ્ટ્રેટને હળવદ સમસ્ત અનુસૂચિત જાતિના બેનર તળે આવેદન પાઠવવામાં આવ્યું હતું. સાથે આગામી સમયમાં આ ઝૂંબેશને ગુજરાતની ગલીઓમાં પણ લઈ જઈશું, તેવી ચીમકી આપવામાં આવી હતી.

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વેરાવળ, રાજકોટ અને અમદાવાદના ક્રિએટિવ પ્રકાશને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એસ.વાય. બી.એ. સેમેસ્ટર 3ના અભ્યાસક્રમમાં આવતા રાજ્યશાસ્ત્ર વિષયનું પરીક્ષાલક્ષી વાંચન-સાહિત્ય તૈયાર કર્યું છે. તેમાં ગુજરાત સરકારના ઠરાવનું ઉલ્લંઘન થયું છે. તેમાં ભારતની સામાજિક ક્રાંતિના મહાનાયક બાબાસાહેબ ડો. આંબેડકરનું અપમાન કરવાનો હીણપતભર્યો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ ભારતના બંધારણમાં અનુચ્છેદ 342 મુજબ સમાવિષ્ટ અનુસૂચિત જાતિના લોકોના માનવ ગૌરવ અને અસ્મિતાનુ ખંડન કરવાનો નાલેશીભર્યો અને જ્ઞાતિવાદી પ્રયાસ કરવામાં આવ્યો છે.

આથી, અનુસુચિત જાતિ તથા બાબાસાહેબ આંબેડકર અંગે વિવાદિત શબ્દ છાપનાર પ્રકાશક અને એડિટર વિરુધ્ધ જરૂરી પગલા ભરવા માંગ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/