હળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે વ્યક્તિ ઘાયલ

0
163
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મુંબઈથી કચ્છ રાપર જતી કારને નવા ધનાળા ગામના પાટિયા નજીક ટ્રેલરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત

હળવદ: હાલ આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે ઉપર ટ્રેઇલર ચાલકે કારને અડફેટે લેતા મુંબઈથી કચ્છ જઈ રહેલ પરિવારને અકસ્માત નડયો હતો.આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે બેને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારના મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલ પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે ઋત્વિકભાઈ માણાભાઈ અને વસ્તાભાઈ નારણભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/