હળવદ: તાજેતરમાં હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે સાંજે મેઘો મંડાયો હતો,જોરદાર ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજા ની પધરામણી થઈ હતી, ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજળી પડવાના બે અલગ અલગ બનાવો બન્યા હતા,
જાણવા મળતી માહિતી મુજબ હળવદ માનસરરોડ પર આવેલ શ્રીધર કોટન મીલ પાસે વીજળી પડતાં હળવદ થી શીરોઈ જતા જાણીતા એડવોકેટ પી.પી.વાધેલા પોતાનુ મોટર સાયકલ લઈ ને જતા હતા ત્યારે અચાનક વીજળી પડતાં શિરોઈ ગામ ના એડવોકેટ પી.પી.વાઘેલા નું મોત નીપજ્યું હતું .આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. હળવદની સરકારી હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યા ધટનાની જાણ થતા સરકારી હોસ્પિટલ ખાતે મિત્રો , આગેવાનો દોડી આવ્યા હતા. જયા ફરજ પરના ડો.કૌશલ પટેલ પીએમ રીપોર્ટ માં જણાવ્યું હતુ કે એડવોકેટ પી.પી. વાધેલાનુ મોત વીજળી પડવાથી થયુ જમણા હાથ માં થી વીજળી પ્રવેશી માથાનાભાગમાં ફુટ જોવા મળી હતી.એડવોકેટ ના અકાળે મોતના સમાચાર થી હળવદ અને શિરોઈ ગામ માં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. નાના એવા શિરોઈ ગામમાં એરેરાટી વ્યાપી જવા પામી હતી.એડવોકેટ પી.પી.વાઘેલાના મોત થી મોરબી બાર એસોસિએશન સભ્યોમાં પણ શોકની લાગણી છવાઈ ગયેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide