હાલ હળવદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોરોના કેર સેન્ટર શરૂ કરવા ધમધમાટ : ટેસ્ટનો ટારગેટ એક બાજુ મૂકી તમામના ટેસ્ટિંગ કરો
હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે હળવદ સિવિલ હોસ્પિટલમાં કોવીડ કેર સેન્ટરના ઠેકાણા ન હોવાના મોરબી અપડેટના અને હળવદ બ્રેકિંગ ના અહેવાલની ગંભીર નોંધ લઈ ધારાસભ્ય સાબરીયા મેદાને આવ્યા છે નામ માત્રના કોવીડ કેર સેન્ટરમાં ચાલતા રસીકરણ કેન્દ્રને અન્યત્ર ખસેડી સરકારી હોસ્પિટલની સાથે -સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરુ કરવા ધમધમાટ શરૂ કરાવ્યો છે.સૌથી અગત્યની બાબતમાં હળવદમાં બપોર બાદ પણ કોરોના ટેસ્ટ કરવાનું ચાલુ રાખવા આરોગ્ય વિભાગને ટારગેટ વગર તમામ દર્દીઓના ટેસ્ટ કરવા અને ગ્રામ્યકક્ષાએ પણ કોરોના ટેસ્ટ કરવા આરોગ્ય વિભાગને કડક સૂચના પાઠવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide