હળવદ નજીક હાઇવે ઉપર પાર્ક કરેલા ડમ્પરમા આગ ભભૂકી

0
149
/
ડ્રાઇવરે બીડી સળગાવતા ડમ્પરમાં રહેલા ગેસના બાટલામાં આગ લાગી અને ટ્રક ખાખ

હળવદ : હાલ હળવદ હાઇવે ઉપર ગઈકાલે મોડીરાત્રે હોટલ નજીક પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાં આગ ભભૂકતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ડમ્પર અગનગોળો બન્યું હતું. જો કે ફાયર ફાયટરની મદદથી આગ ઓલાવવા પ્રયાસો થયા હતા પરંતુ વિકરાળ આગમાં ડમ્પર ખાખ થયું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઇવે ઉપર સુખપુર ગામના પાટિયા નજીક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાં ડ્રાઇવરે બીડી પીવા માચીસ સળગાવતા ડમ્પરની કેબીનમાં પડેલ રાંધણગેસના બાટલામાં આગ ભભૂકી ઉઠી હતી અને પળવારમા જ આગ વિકરાળ બનતા ડમ્પર ટ્રક અગનગોળો બની ગયું હતું.

આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરત જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પરંતુ આગ વિકરાળ હોય ડમ્પરની કેબિનનો ભાગ ભસ્મીભૂત બની ગયો હતો.જો કે ડમ્પર ટ્રકમાં આગ લાગવાની સાથે જ ડમ્પર ચાલક કૂદકો મારી ડમ્પરની કેબિનમાંથી બહાર નીકળી જતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ હાઇવે ઉપર આગના લાબકારા ઉઠતા થોડો સમય વાહનો પણ થંભી ગયા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/