કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવતા હળવદ વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છીક હાફ ડે લોકડાઉન પૂર્ણ કરવાનો નિર્ણય જાહેર કરાયો
હળવદ : હાલ હળવદમાં એપ્રિલ માસમાં કોરોનાએ આંતક મચાવતા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હળવદની બજારોમાં અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે હળવદમાં કોરોનાની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવતા હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છિક હાફ ડે લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે. અને કાલથી વેપારીઓને આખો દિવસ દુકાનો ખુલ્લી રાખશે.
હળવદ પંથકમાં એપ્રિલ માસમાં કોરોનાની પરિસ્થિતિ ભયાનક હતી. આથી કોરોના સંક્રમણ રોકવા માટે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સર્વાનુમતે નિર્ણય જાહેર કરીને હળવદની બજારો ખોલવા ઉપર સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા.12 એપ્રિલથી હળવદની બજારોમાં અડધા દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બનતા હળવદની બજારોમાં પાંચ દિવસનું સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide