હળવદ પાલિકાના સફાઈ કર્મીઓએ હડતાળ પર ઉતરી ઉપવાસ આંદોલન પર

0
9
/

છુટ્ટા કરાયેલા રોજમદાર કર્મીઓને પરત લેવાની માંગ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદ નગરપાલિકા દ્વારા સફાઈના વાહનના બે ડ્રાઇવર તેમજ હંગામી કર્મચારીને ફરજમાંથી છુટ્ટા કરી દેવાતા રોજમદાર સફાઈ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. અને આજથી પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે સાવન મારુડાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી છુટ્ટા કરાયેલા રોજમદાર કર્મચારીને માન સન્માન સાથે નોકરીમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારા પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે.

અત્રે ઉલેખનિય છે હળવદ પાલિકામાં રોજમદાર કર્મચારી પર કાયમી કર્મચારી સાથે ગેરવર્તનનાં આક્ષેપ સાથે છૂટા કરવામાં આવતા રોજમદાર કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/