તાજેટરનો હળવદના ટીકર રણ ગામનો બનાવ : ફૂલ છોડના કુંડા, ટાઈલ્સ અને ઈન્ટરનેટના કેબલ કાપી નાખ્યાં
હળવદ : હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં બે દિવસ પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે ભારે તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ ગ્રામજનોએ પોલીસને પણ કરી હોય તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
બે દિવસ પહેલા હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ ઉચ્ચતર માધ્યમીક શાળામાં કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રે ભારે તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. અહી ટીખળખોરોએ શાળામાં રહેલ ઈન્ટરનેટના કેબલ કાપી નાખી ફૂલ છોડના કુંડા તેમજ ટાઈલ્સ પણ તોડી નાખી હતી. જેથી, આ બનાવની જાણ જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલએ હળવદ પોલીસને જાણ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide