હળવદ : આયુર્વેદિક ઔષધી તુલસીમાં ભલભલા અસાધ્ય રોગોને મટાડી શકવાની ક્ષમતા રહેલી છે. અને આ તુલસીનું આદિ અનાદિ કાળથી દરેક ઘરમાં પૂજન થાય છે. ત્યારે આજે હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા તુલસી અને અરડૂસીના રોપાનું વનવિભાગના સહકારથી વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
તુલસીને પવિત્ર અને ધાર્મિક વિધિ વિધાનમાં ઉપયોગ થવાની સાથે ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી કોરોના કાળમાં લોકોએ તેનો ખૂબ જ ઉપયોગ કર્યો છે. ત્યારે આજે હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશનએ વન વિભાગના સહયોગથી શહેરમાં 3000 જેટલા તુલસી અને અરડૂસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશનના રક્ષાબેન મહેતા સહિતનાઓ હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide