હળવદ SBI બેંક સાથે હોમ લોનના નામે ૯૧ લાખની છેતરપીંડી, સાત સામે ફરિયાદ

0
169
/

હળવદ: હાલ શહેરની એસબીઆઈ મેઈન બ્રાંચમાંથી સાત ઇસમોએ હોમ લોનની માંગણી કરીને વર્ષ ૨૦૧૬ થી હાલ સુધીમાં કુલ ૯૧ લાખની લોન મેળવીને લોન અને સબસીડી મેળવી લીધા બાદ લોન નહિ ભરીને બેંક સાથે લાખોની ચીટીંગ કરી હોય જે બનાવ મામલે બેંક મેનેજરે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસ હરકતમાં આવી છે અને સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

મૂળ બિહારના વતની અને હાલ હળવદ રહેતા બેંક મેનેજર જીતેન્દ્રકુમાર સુગ્રીવપ્રસાદ સિંહ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જગદીશ મનસુખ ઠક્કર, શિલ્પા દીપેન ઠક્કર, દીપેન જગદીશ ઠક્કર રહે ત્રણેય હળવદ, હરીન રમેશ કારિયા, હર્ષદ રમેશ કારિયા રહે સુરેન્દ્રનગર અને રાજેશ કાન્તિલાલ કોટેચા રહે હળવદ એમ છ આરોપીઓએ ઓગસ્ટ ૨૦૧૬ થી આજ સુધીમાં બેન્કમાંથી હોમ લોનની માંગણી કરીને એસબીઆઈ બેંકમાંથી ૮૩,૯૫,૦૦૦ ની હોમ લોન મેળવી જે પૈકી ૧૪,૭૬,૦૦૦ બેંકમાં જમા કરાવી તેમજ ૬૯,૧૯,૦૦૦ અને બેંક વ્યાજ ૨૧,૮૧,૦૦૦ મળી કુલ રૂ ૯૧ લાખ આજદિન સુધી નહી ભરીને આરોપીએ જે સર્વે નંબર પર હોમ લોન મેળવી હતી તે સ્થળ પર મકાન નહિ બનાવી તેમજ આરોપી દીપેન ઠક્કર લોનની વેલ્યુએશન કરતા ઓછું બાંધકામ કર્યું હતું

તેમજ કોન્ટ્રાકટર અને નગરપાલિકા તથા આરોપી મિતેશ કડિયા સાથે મળીને ખોટા કમ્પલીશન સર્ટીફીકેટ અને એપ્રુવલ મેળવી તમામ આરોપીઓએ લોન મેળવી હતી અને સબસીડી મેળવી લોન નહિ ભરી સરકાર સાથે છેતરપીંડી આચરી છે હળવદ પોલીસે આરોપી જગદીશ મનસુખ ઠક્કર, શિલ્પા દીપેન ઠક્કર, દીપેન જગદીશ ઠક્કર, હરિન રમેશ કારિયા, હર્ષદ રમેશ કારિયા, રાજેશ કાંતિલાલ કોટેચા અને મિતેશ કડિયા એમ સાત આરોપી વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/