Thursday, April 18, 2024
Uam No. GJ32E0006963
Home Morbi Halvad હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકતા દંપતિનું મૃત્યુ

હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકતા દંપતિનું મૃત્યુ

0
440
/

જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા પાસે વહેલી સવારે બનેલી ઘટના : નવદંપતિના હજુ દસ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા

હળવદ : અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના નવદંપતિની સ્વીફ્ટ કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા નજીક કેનાલમાં ખાબકતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી કલાકોની શોધખોળ બાદ પતિનો મૃતદેહ પણ મળી આવતા નાના એવા અજિતગઢ ગામ હિબકે ચડ્યું છે.આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપિ છે અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા પાસે આજે વહેલી સવારે બનેલી ઘટના : નવદંપતિના હજુ દસ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા

હળવદ : હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના નવદંપતિની સ્વીફ્ટ કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા નજીક કેનાલમાં ખાબકતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી કલાકોની શોધખોળ બાદ પતિનો મૃતદેહ પણ મળી આવતા નાના એવા અજિતગઢ ગામ હિબકે ચડ્યું છે.આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર( આહીર)ઉંમર વર્ષ 22 અને તેમના ધર્મ પત્ની મિતલબેન રાહુલ ભાઈ આહીર આજે સવારના અજીતગઢ ગામેથી સ્વીફ્ટ કારમાં માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે પસાર થતી વેળાએ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની સ્વીફટ કાર ખાબકી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો હાલ કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે જોકે હાલમાં મિતલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે જ્યારે રાહુલભાઈ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કલાકો બાદ રાહુલભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કલ્પાંત છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, અકાળે મોતને ભેટનાર રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન દસેક માસ પહેલા જ થયા હતા અને આજે સપરમાં દિવસો શરૂ થતાં સગાઈમાં જતી વખતે જ આ કરુણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વધુમાં બનાવની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્ર ભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતા માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/