હળવદમાં ચા-પાનના ધંધાર્થીઓને ભીડ એકત્રિત નહિ કરવા કડક સૂચના

0
105
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આજથી હળવદમાં પોલીસ એક્શન મોડમાં : કલમ 144ની પણ ચુસ્ત અમલવારી કરાવાશે

હળવદ : હાલ હળવદ સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારી ફરી બેકાબૂ બનતા સ્થીતી ગંભીર બની ગઇ છે. ત્યારે ગઈકાલે જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ છે. તેવા સમયે ભીડભાડવાળી જગ્યાઓ પર ગુરૂવારે મોડી સાંજે હળવદ પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ હળવદમાં કલમ 144 ની કડક હાથે અમલવારી કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યું છે.

હળવદમાં પાછલા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરુવારે હળવદ પોલીસ મથકના પી.આઇ પી.એ દેકાવાડીયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાઓ ઉપર જઈ પ્રથમ વખત તો સૂચનાઓ આપવામાં આવી છે સાથે જ આજથી કોઈપણની શેહ-શરમ રાખ્યા વિના પોલીસ કલમ 144 નું ચુસ્તપણે અમલવારી પણ કરાશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/