હળવદમા ટ્રાફિક સમસ્યા અને ગંદકી મામલે વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ એસપી ને રજૂઆત

0
49
/

તાજેતરમા હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યાએ માજા મુકી છે ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન લોકોના માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધતા વેપારીઓ માં ભારે રોષની લાગણી જોવા મળી હતી. હળવદ ધ્રાંગધ્રા દરવાજા બહાર દિવસેને દિવસે આડેધડ વાહનો પાર્ક કરતા વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે,એટલુજ નહી દુકાનની બહાર લારી તેમજ પાથરણાવાળા બેસી જતા વેપારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે

તેમજ ધાગ્રાધાં દરવાજા પાસે આવેલ જાહેર શૌચાલયમાં ગંદકીના કારણે આજુબાજુના વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે સ્થાનિક તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું છે, હળવદ ગામમાં સરા ચોકડી પાસે આજુબાજુ માં ઘણા વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન સતાવી રહ્યો છે જેના કારણે વેપારીઓને વેપાર-ધંધા પર માઠી અસર પડે છે હળવદ ધાંગધ્રા દરવાજા પાસે આવેલ જાહેર શૌચાલયમાં ગંદકીનું સામ્રાજય જોવા મળે છે

વારંવાર રજૂઆત કરવા છતાં કોય નિકાલ ન આવતા રોષે ભરાયેલા વેપારીઓ વિજયભાઈઠાકર, ભગવાનજીભાઈ પટેલ જીગ્નેશભાઈ શેઠ, રસિકભાઈ,રમણીકભાઈ પ્રજાપતિ સહિતના વેપારીઓએ રોષપૂર્વક મોરબી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરી તાત્કાલિક સમસ્યા નિરાકરણ લાવવા માગ કરી રજૂઆત કરેલ હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/