હળવદ : હાલ હળવદના જુના દેવળીયા ગામે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને ગામમાં કોરોના કેસ ઉતરોતર વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે હળવદના જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવતીકાલે 14મીથી 15 દિવસનુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સવારે 7 થી બપોરના 1 દરમિયાન ગામલોકોને પ્રાથમિક જરૂરિયાત સુવિધાઓ ચાલુ રાખવામાં આવશે.
હળવદના જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ગામમાં કોરોના કેસો ઉતરોતર વધી રહ્યા છે તેથી ગ્રામજનોમાં જાગૃતનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ આવે છે આથી કોઈ ગંભીર પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી પગલાં લેવા આવશ્યક છે સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરીએ તો જ ગામમાં કોરોના સંક્રમણથી બચી શકાય એમ છે. તેથી જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલે 14 થી 29 એપ્રિલ એટલે કે 15 દિવસ સુધી દેવળીયા ગામમાં સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.લોકડાઉન દરમિયાન ગ્રામજનોની જરૂરિયાત મુજબ દરરોજ સવારે 7 થી બપોરના 1 દરમિયાન પ્રાથમિક સુવિધાઓ ચાલુ રાખવમાં આવશે તેમજ જાહેર સ્થળોએ લોકોએ એકઠા ન થવું, એકબીજા વચ્ચે અંતર રાખવું, ફરજિયાત માસ્ક પહેરવા અને વારંવાર હાથને સેનેટાઇઝ કરવા, સ્વચ્છતા જાળવવી, મેળવડા ન કરવા, 45 વર્ષથી ઉપરના લોકોને કોવિડ વેકસીન ફરજિયાત મુકાવવી, કોવિડના લક્ષણો દેખાતા હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી, વેપારીઓને નક્કી કરેલા સમય મુજબ વેપાર ધંધા ચાલુ રાખવાની તાકીદ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide