હળવદના લોકોએ રામમંદિર માટે એક જ કલાકમાં ૧૪ લાખથી દાન ની વધુની સરવાણી વહાવી

0
36
/

શ્રી રામ જન્મભૂમી તીર્થ શ્રેત્ર મંદિર નિર્માણ નિધિ સર્મપણ અભિયાનનો હળવદમાં પ્રારંભ : ૨૭ ફેબ્રુઆરી સુધી અભિયાન ચાલુ રહેશે

હળવદ: તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહી છે ત્યારે રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિ એકત્ર કરવાનું કાર્ય દેશભરમાં ચાલુ છે. ત્યારે આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનો હળવદમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જે ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.હળવદમાં માત્ર એક કલાકમાં જ હળવદના લોકોએ ૧૪ લાખથી વધુની સરવાણી વહાવી હતી.

આ સાથે લક્ષ્મણ ચોકથી વિશ્વ હિંદુ પરિષદની કાર્યાલય સુધી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભુ ચરણદાસ બાપુ, લક્ષ્મીનારાયણ મંદિરના મહંત, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ સંયોજક ભાવેશ ભાઈ ઠક્કર, હળવદ પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ,જશુભાઇ પટેલ, ધીરુભા ઝાલા ,હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ જોડાયા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/