ગામલોકોએ આપના હાથ જગન્નાથની ઉક્તિને ખરા અર્થે સિદ્ધ કરી
હળવદ : હળવદ પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવતા હાલની આરોગ્ય સેવાઓ પણ ટૂંકી પડી રહી છે. આવા કપરા સંજોગોમાંમાં હળવદના ટીકર ગામે લોકોએ તંત્ર કે સરકારનાં ભરોસે બેસી રહેવાને બદલે આપના હાથ જગન્નાથની ઉક્તિને ખરા અર્થે સિદ્ધ કરીને બદલે જાતે જ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે.
હળવદ તાલુકાના ટીકર ગામે કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગ્રામ પંચાયત અને ગામલોકો દ્વારા સરાહનીય પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં ગ્રામ પંચાયત અને ગામલોકોએ હળીમળીને કોવિડના દર્દીઓ માટે આરોગ્ય સુવિધા ઉભી કરી છે. ટીકર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ગામલોકોએ ઘરેથી સેટી,પલંગ સહિતનો સર સમાન લાવીને 20 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. જેનું જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિંહોરા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયાના હસ્તે આ નવા કોવિડ કેર સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.આ તકે ગ્રામ પંચાયતના સરપંચ વિજયભાઈ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય વાસુદેવભાઈ પટેલ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide