17મી નેશનલ પેરા ઓલમ્પિક ગેમ્સ 21 થી 23 માર્ચ 2021 ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ સેરેબ્રલ પલ્સી પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા બિહાર પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ના સહયોગથી પાટલીપુત્ર, પટના બિહાર રાજ્ય મુકામે એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં નીલકંઠ પાર્ક, હળવદ મુકામે રહેતા જય રોહિત ભાઈ કણજારીયા જીલ્લો મોરબી રાષ્ટ્રીય કક્ષાએ ગોળાફેક તેમજ બરછી ફેક માં દ્વિતીય નંબર મેળવી નેશનલ કક્ષાએ 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે તેમજ ચક્ર ફેક માં તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે ઘણા વર્ષોથી અથાગ મહેનત પરિશ્રમ અને નિયમિત પ્રેક્ટિસ છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલી રહી છે. 90% સેરેબલ પલ્સી પીડિતો હોવા છતાં હળવદનો આ યુવાન રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી માત્ર હળવદ અને મોરબી જીલ્લાનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide