સમગ્ર સભા મંડપ ફૂલો અને ફુગ્ગાથી સજાવાયો : 500થી વધુ કાર પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા
મોરબીઃ આજથી 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા શ્રી હનુમાન ચાલીસા કથાનું સૌ પ્રથમ વખત ભવ્ય આયોજન થયું છે. દરરોજ રાત્રે 8-30 થી 11-30 કલાક સુધી વક્તા પદે હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સાળંગપુરધામથી પધારી પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુમધુર કથાનું રસપાન કરાવશે. ત્યારે આ કથામાં સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.
કથાના સભામંડપમાં એકી સાથે 12 હજાર લોકો બેસી તથા સાંભળી શકે તે પ્રકારની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ૫૦૦થી વધુ કાર પાર્ક થઇ શકે તેવું અલાયદુ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે
સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા યોજાનાર આ કથાનો પ્રારંભ આવતીકાલે 26 એપ્રિલને મંગળવારના રોજ રાત્રે 8-30 કલાકે થશે. રાત્રે 9 કલાકે સંતોના તથા કથાના યજમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય થશે. તારીખ 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે. ત્યારબાદ 30 એપ્રિલના રોજ રાત્રે 10.30 કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. જેમાં હનુમાનદાદાને 51 કિલોની કેક ધરવામાં આવશે. 108 કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજને સંતો ભક્તો દ્વારા વધાવવામાં આવશે. સમગ્ર સભામંડપ ફૂલો અને ફૂગ્ગાથી સજાવવામાં આવ્યો છે. અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે. 51 કિલો ચોકલેટ-કેડબરી દાદાને ધરવામાં આવશે. 28 એપ્રિલ ને ગુરુવારના રોજ કથા સ્થળે રાત્રે 8 કલાકેથી 10 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. 2 મેના રોજ રાત્રે 11-30 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide