મોરબી: આજે હાથરસની ગેંગરેપ ઘટનાના વિરોધમાં “આપ” દ્વારા કેન્ડલમાર્ચ યોજાશે

0
29
/

મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ સારવાર દરમ્યાન તેના મોતને લઈને દેશભરમાં ચકચાર મચી ગઇ છે

ત્યારે આ ઘૃણાસ્પદ ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા સંગઠન તથા મોરબી જિલ્લા-શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે તારીખ 2 ઓક્ટોબરના સાંજે ૦૭:૦૦ કલાકે પાર્ટી કાર્યલય રામ ચોકથી શહીદ ભગતસિંહ પ્રતિમા, ગાંધી ચોક સુધી મશાલ તેમજ કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. આ કેન્ડલ માર્ચમાં સમસ્ત મોરબી શહેર અને જિલ્લાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકોને ઉઓસ્થિત રહેવા આમ આદમી પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ અનિલાબેન સદાતીયા, જિલ્લા પ્રભારી ભરતભાઈ બારોટ, જિલ્લા પ્રમુખ એ.કે પટેલ, મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ એક યાદીમાં જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/