[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના ગાંધીબાગ કે જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. ત્યાં આસપાસ ગંદગી હોવાથી અહીં સાફસફાઈ કરાવવા અને ગાંધીજીની પ્રતિમાને ગંદગીના નરકમાંથી બહાર કાઢવા માટે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં ગાંધીબાગ નામે એક જ જગ્યા આવેલ છે. જ્યાં હાલમાં બાગ બગીચો તો રેવા પામેલ નથી જ્યાં વાહનોનું પાર્કિગ બનાવી દેવા આવ્યું છે. પરંતુ બદનસીબે આ બાગમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલ છે. અને આ બાગમાં આજના દિવશોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જે મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. માનનીય વાળા પ્રધાન દ્વારા સ્વચ્છતા મિશનમાં પણ ગાંધીજીના ચશ્માં તથા ફોટાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મોરબીમાં ગંદગીનું સમાન્ય ખુબજ શરમ જનક બાબત છે.
હાલમાં મોરબી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે. અને હવે કોર્પોરેશન બનેલ છે. નજીકના સમયમાં ચુંટણીઓ થવાની નથી માટે આપને વિનંતી કરવામાં આવે છે કે ભલે ચુંટણીઓ ના આવવાની હોય પણ સ્વચ્છ તો કાયમી જરૂરી જ હોય છે. અને ગાંધીજીની પ્રતિમા પાસે આ બાબતે લગત ડીપાર્ટમેન્ટને યોગ્ય આદેશો આપવા જણાવવામાં આવ્યું છે. ત્યારે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો સ્થાનિક લોકો ને સાથે રાખી ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide