મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા વયોવૃદ્ધને રામધન આશ્રમ સામે રામેશ્વર હાઇટ્સમાં ફ્લેટ હોય આ ફ્લેટ ખરીદ કરવાના બહાને છ શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા. ગોંડલના અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા અને તેની પત્ની ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા સહિતના આરોપીઓએ સુવ્યવસ્થિત કાવતરું રચી ફ્લેટ ખરીદવા માટે ટોકન દેવાના બહાને વૃદ્ધને બોલાવ્યા હતા અને ટોળકીના અન્ય સભ્યો આ સમયે અહીં આવી પહોંચ્યા હતા અને અહીં શુ કરો છો કહી ચોટીલાના આરોપી અનિલ ઉર્ફે દેવાએ મોબાઇલ ફોનમાં સ્ત્રી નજીકના વૃદ્ધના ફોટા પાડી આરોપી પ્રશાંતે કમર ઉપર હાથ રાખી આ તારી સગી નહી થાય તેમ કહી ખોપરી ફાડી નાખવાની ગર્ભીત ધમકી આપી ડરાવીને ગાડીની ચાવી, મોબાઇલફોન લઇ વૃદ્ધને ગાડીમાં બેસાડી અપહરણ કરી વાંકાનેર બાજુ અવાવરૂ જગ્યાએ લઇ જતા રસ્તામાં ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાનો ભય બતાવી ડરાવી રૂ. એક કરોડની માંગી જો પૈસા નહી આપો તો ગાડીમાં જીવતા સળગાવી દઇ જાનથી મારીવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત વૃદ્ધએ મામલની પતાવટ માટે આરોપી દિલીપ કાંતિલાલ મિસ્ત્રીને બોલાવતા આરોપી અંકિત અને પ્રશાંત ઇકો ગાડી લઈને આવ્યા હતા અને 22 લાખ રૂપિયામાં સમાધાન કરવાનું નક્કી કરી બળજબરીથી 22 લાખ પડાવી લીધા હતા.આ ઉપરાંત આરોપી પ્રશાંત અવાર નવાર વૃદ્ધને સમાધાન માટે રાજકોટ બોલાવવા ફોન કરી ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા હોય આખરે વૃદ્ધએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
જેથી પોલીસે ફરિયાદના આધારે રાજકોટ, વ્યારા, મધ્યપ્રદેશ રાજયના ઓમકારેશ્વર ખાતે ટીમો મોકલી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, મોરબી, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. મોરબી વાવડીરોડ, અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા જિ. સુરેન્દ્રનગર, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિત દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ જિ. રાજકોટ અને ઉષાબેન પટેલને પકડી પાડ્યા છે.
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયા, પી એસ આઈ એન બી ડાભી,પી એસ આઈ એન એચ ચુડાસમા, પી એસ આઈ એ ડી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, પોલાભાઈ ખાંભરા, સુરેશભાઈ હુંબલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, રામાભાઈ મંઢ, ચંદુભાઈ કાણોતરા, નીરવભાઈ મકવાણા, જયેશભાઈ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, જયવંતસિંહગોહિલ, ફૂલીબેન તરાર, દશરથસિંહ ચાવડા, દશરથસિંહ પરમાર, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ ફૂંગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, નંદલાલ વરમોરા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, સતીશભાઈ કાંજીયા અને બકુલભાઈ કાસુન્દ્રા સહિતની ટીમે કરેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide