[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક રાજકોટ હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટલમા ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર ટંકારા પોલીસે આજથી દોઢ મહિના પૂર્વે દરોડો પાડી ૬૩ લાખ થી વધુના મુદ્દામાલ સાથે નવ શખ્સો સામે જુગારધામ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જેમા, પોલીસ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની શંકા કુશંકા ની કાગારોળ દરોડા બાદ ઉઠી હતી.એ શંકા નો અવાજ ઉચ્ચ પોલીસ અમલદારો ના કાન સુધી પહોંચ્યો હતો.અને ઉચ્ચ અમલદારોએ તાકિદ પગલા લઈ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ને તાબડતોબ દ્વારકા બદલી કરી નાંખ્યા બાદ ટંકારા પો.ઈ. ગોહિલ ને દિવાળી ટાંણે જ લીવ રીઝર્વ મા મુકી દેવાયા હતા.રેન્જ આઈજી દ્વારા લીંબડી ડીવાયએસપી ને તપાસ સોંપી હતી. પરંતુ આ પ્રકરણે સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડા નો ગોકીરો સાંભળી પ્રથમ થી જ છાનભીન કરી રહ્યુ હતુ.અંતે શુક્રવારે Smc ના ઉચ્ચ અમલદારોનો કાફલો જુગારધામ જ્યા ઝડપાયુ એ ઠેકાણે પહોંચી તપાસ ની કમાન હાથ મા લઈ લીધી હતી. બીજે જ દિવસે શનિવારે મોડીસાંજે પીઆઈ અને જમાદારને સસ્પેન્ડ કરી અનેક જીલ્લાના સીમાડા ઠેકાડી દીધા હતા.હાલ તો, હાઈ પ્રોફાઈલ જુગારધામે ભારે ખળભળાટ મચ્યો છે. આ અંગે રાજ્ય મોનિટરીંગ સેલ ના ડીવાયએસપીએ જણાવ્યા પ્રમાણે આ પ્રકરણમા બહારથી રૂપિયા બાર લાખ મંગાવી મસમોટો તોડ કર્યા નુ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યુ છે.હજુ આ કેસ મા ઉંડી તપાસ ચાલી રહી છે. એ જોતા હજુ કેટલાક પેધી ગયેલા અને તોડ ના ભાગીદાર પોલીસ કર્મચારી ઓ પણ શંકા ની રડારમા હોય આવનારા દિવસોમા તપેલા ચડે તો નવાઈ નહીં.આઈજી અશોક કુમાર યાદવ દ્વારા તાબડતોબ પગલા લેવાયા હતા અને જુગાર દરોડા બાદ સ્થાનિક પોલીસ થાણા ના મહિપતસિંહ સોલંકી ની ત્વરીત દ્વારકા બદલી કરી પગલા લીધા બાદ દિવાળી ટાંણે પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલને લીવ રીઝર્વ મુકી દેવામા આવ્યા હતા. અને આ પ્રકરણમા જુગારધામમા કોઈ ગેરરીતિ કરાઈ છે કે નહી તેની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide