મોરબી પર આવી રહેલ વાવાઝોડાની આફત ને પણ અવસરમાં પલટશે ‘એકમાત્ર’ એક્ટિવ સેવા ગૃપ

0
322
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી:  જ્યારથી લોકડાઉન થયું હતું ત્યારથી માંડી કરફ્યુની અમલવારી શરૂ થઈ ત્યારથી મોરબીનું સેવાભાવી યુવાનોની ટિમ થઈ સજ્જ અને એકમાત્ર નામાંકિત ‘એક્ટિવ સેવા ગૃપ’ ની સેવા વિશે કદાચ લખવા બેસીએ તો શબ્દો કદાચ ખૂટે પણ તેમની સેવા નહીં

આપણે જે ગૃપની વાત કરી રહ્યા છીએ તે ‘એક્ટિવ સેવા ગૃપ’ ,કે જે હાલ એલિસભાઈ ઝાલરીયા અને અભિભાઈ પારેખ સહીત સેવાભાવી યુવાનો દ્વારા ચાલી રહેલ એક એવી સેવાભાવી સંસ્થા બની ચૂક્યું છે જે સમગ્ર મોરબીની જનતા માટે આશીર્વાદ બરાબર છે જ્યાં નથી નાત-જાત નો કોઈ ભેદભાવ કે નથી કોઈ રાજકારણ અહીં માત્ર એક જ સૂત્ર છે ‘તમારો સહકાર એજ અમારા માટે આશીર્વાદ’

એક્ટિવ સેવા ગૃપ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ જાતના પ્રચાર કે સસ્તી પ્રસિદ્ધનો મોહ રાખ્યા વગર એક પડદા પાછળ ના સાચા કલાકાર ની જેમ ‘જનસેવા એજ પ્રભુસેવા’ કરી લોકોના હૃદયમાં અદકેરું અને અભૂતપૂર્વ સ્થાન મેળવી ચૂક્યું છે અને તે પણ ટૂંકા જ સમય માં ત્યારે તેની સેવા પ્રવૃત્તિ વિશે જણાવીએ તો તેમના દ્વારા રાહત દરે લીંબુસરબત નું વિતરણ, જરૂરિયાતમંદો ને રાશનકીટ, મેડિકલ સેવા, મધ્યમવર્ગના બાળકોને શિક્ષણને લગતી સહાય, જન્મદિન નિમિતે પણ પ્રેરણાદાયી ઉજવણી, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને કપડાં, ચપલ, તેમજ જરૂરી સહાય, સહિતની સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે હાલ જે મોરબી પર જે વાવાઝોડા ની આફત મંડાયેલ છે તેવા સમય ને પણ એક અવસરમાં પલટવા ‘એક્ટિવ સેવા ગૃપ’ સતત ખડેપગે કાર્યરત રહી જરૂરિયાત મંદો ને જરૂરી સહાય પહોંચાડશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/