વાવાઝોડાની નુક્શાનીનું નિરીક્ષણ કર્યા બાદ 1000 કરોડનું રાહત પેકેજ જાહેર કરતાં વડાપ્રધાન મોદી

0
212
/
મૃતકનાં પરિજનોને 2 લાખ, ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય: કેન્દ્રની ટિમો પરિસ્થિતિની વધુ સમીક્ષા કરવા પણ  આવશે ગુજરાત

મોરબી : તૌઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ગુજરાતની ઉડતી મુલાકાતે આજે સવારે પીએમ મોદી ભાવનગર એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાંથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હેલિકોપ્ટરમાં ત્રણ જિલ્લાઓની ઉડતી મુલાકાત, સર્વેક્ષણ કરી અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક પ્રશાસન સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ વડાપ્રધાને ગુજરાત માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેંદ્ર મોદી તૌઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા. દિલ્હીથી સીધા ભાવનગર પહોંચી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ હવાઈ નિરીક્ષણ બાદ અમદાવાદ એરપોર્ટ પર જ એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ વડાપ્રધાને ગુજરાત માટે 1000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં વાવાઝોડા દરમ્યાન અવસાન પામેલા મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા જ્યારે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત વ્યાપક નુકશાનીના સર્વે માટે કેન્દ્રની ટિમો ગુજરાત આવશે એવી જાહેરાત પણ વડાપ્રધાને કરી હતી.

ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. જેમાં વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/