મોરબી : તાજેતરમા સામાન્ય રીતે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની પરીક્ષા ગાંધીનગરમાં યોજવામાં આવતી હોય છે.
પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પ્રથમ વખત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશનની પરીક્ષા આવતીકાલે તા. ૨/૯/૨૦૨૦ના રોજ મોરબી જીલ્લાની વી. સી. હાઈસ્કૂલમાં લેવાશે. આ વર્ષે મોરબી જિલ્લામાંથી ૬૫ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં એક બ્લોકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર સોસિયલ ડિસ્ટનસિંગના પાલન માટે ૩૦ વિદ્યાર્થીઓને બદલે ૧૨ને જ બેસાડવામાં આવશે. જેમાં ઝોનલ અધિકારી તરીકે જય ઉમિયાજનની નિમણૂંક કરવામાં આવી છે. આ પરીક્ષાનો સમય સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ સુધીનો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide